ગુજરાતમાં સક્રિય દર્દી હવે 1.37 લાખથી વધુ, સરકારે વેક્સીનના 2.50 કરોડ ડોઝનો આપ્યો ઑર્ડર
ગુજરાત સરકારે કોવિડ વેક્સીનના 2.50 કરોડના ડોઝનો ઑર્ડર આપ્યો છે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1.37 લાખથી વધુ થઈ ગઈ છે. હવે અહીં રોજ 14 હજારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. વળી, કોરોના ટેસ્ટનો આંકડો પણ વધીને 1,78,78,957 સુધી પહોંચી ગયો છે. આવા સમયમાં સરકારે કોવિડ વેક્સીનના 2.50 કરોડના ડોઝનો ઑર્ડર આપ્યો છે. જો કે વેક્સીનેશન ડ્રાઈવ 15 દિવસ બાદ થઈ શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ રસીકરણ 1 મેથી સંભવ નથી. તેમણે કહ્યુ કે જે રીતે ગુજરાત વેક્સીનેશનના લાસ્ટ ફેઝમાં દેશમાં સૌથી આગળ રહ્યુ છે તે રીતે વેક્સીનેશન ડ્રાઈવમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો શામેલ થાય. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં અત્યાર સુધી આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો સહિત લગભગ 1 કરોડ 20 લાખનુ વેક્સીનેશન પૂરુ થઈ ચૂક્યુ છે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે પહેલા દોઢ કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો હતો જેમાં અત્યાર સુધી એક કરોડનો વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે કોવિશીલ્ડના 2 કરોડ અને કોવેક્સીનના 50 લાખ ડોઝ રાજ્ય સરકારને મળશે.












Click it and Unblock the Notifications
