વિધાનસભા ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વિધાનસભામાં થયેલી બબાલ મામલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શન બાદ કોંગ્રેસે આજે વિધાનસભા ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ દરખાસ્ત મૂકી હતી. જેને 40થી વધુ કોંગ્રેસી ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગઈકાલે સરકાર અને વિપક્ષ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ જતા હવે આ મુદ્દે સમાધાનના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. બંને પક્ષો પોતપોતાની વાત પર અડગ હતા. આ એક ઐતિહાસિક ઘટના બની રહી હતી. આ સિવાય આજે નાના કુંટુબોને પ્રોત્સાહન વિધેયક, આર્થિક પછાત વર્ગો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય હેઠળની સેવાઓમાં અનામત તેમજ લઘુમતી કલ્યાણ સંરક્ષણ વિધેયક સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.અવિશ્ચવાસ પ્ર્ચારસ્તાવ રજૂ થતા માટે કામકાજ સલાહકાર સમિતિ દિવસ નક્કી કરશે. આજે ગૃહમાં વિવિધ ધારાસભ્યોએ સવાલો કર્યા હતા. જેના જવાબમાં સરકારે આ પ્રકારની માહિતી આપી હતી.

gujarat

ગેની બેન ઠાકોરનો સવાલ

બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ જે રસ્તા ખરાબ થઈ ગયા છે એનું સમાર કામ ક્યારે થશે?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જવાબ

રાજ્ય ભરના તમામ ગામોને ડામરના રસ્તાથી જોડી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ચાલુ કરી છે
ગયા વર્ષે જ 7000 કરોડ રૂપિયા ના કામો થયા છે. 5 વર્ષ માં તમામ ગામો ને પાકા રોડ આપવામાં આવશે. ગુજરાતમાં કુલ ૨૯૭.૯૦૧ મિલિયન યુનિટ વીજળી ઉત્પાદિત થતી હોવાનું સરકારે જણાવ્યું. વીજળીનો સંગ્રહ ના થતો હોવાથી ઉપાદિત તમામ વીજળીનો વપરાશ કરવામાં આવે છે. કુલ ઉત્પાદિત વીજળી પૈકી ખેતી માટે માત્ર ૭૫.૭૨૫ મિલિયન યુનિટ વીજળી વાપરવામાં આવી

અલ્પેશ ઠાકોર ના પ્રશ્નમાં સરકારે આપ્યો જવાબ

રાજ્ય માં નવી મેડિકલ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકાર એ કેન્દ્ર સરકાર ને એક પણ દરખાસ્ત કરી નથી.ગાંધીનગર, વડનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે શબ વાહીની જ નથી? જવાબમાં સરકારે જણાવ્યું કે વડનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે શબ વાહીની નથી અને હાલમાં ડિન દ્વારા ખાનગી એજન્સી સાથે કરાર કરી શબ વાહીની ની સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે

એઇમ્સ વડોદરાને માંગ પર જવાબ

નિતિન પટેલે કહ્યું કે અમે આખા ગુજરાતના પ્રતિનિધિ છીએ. ગુજરાત ને એઇમ્સ મળે તે જરૂરી છે. રાજ્ય ને ભૌગોલિક વાદ થી વિવાદ ના બનાવશો. યોગેશ પટેલ એ વડોદરાને એઇમ્સ મળે તેના માટે સરકાર રજુઆત કેન્દ્ર માં કરવા માંગે છે કે કેમ વિરજી ઠુમ્મર સૌરાષ્ટ્રમાં એઈમ્સની માંગ કરી છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતને એઇમ્સ મળે તે લક્ષય છે. જો પોતાના વિસ્તાર માટે ખેંચતાણ કરીશું તો કોઈ પ્રોજેક્ટ કેન્દ્ર આપતા વિચાર કરશે.

English summary
Gujarat Vidhan Sabha : Congress MLA ask questions and BJP reply on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.