જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે નિર્માણને લઈને હોબાળો, પત્થરમારો અને આગચંપી, ઘણા પોલીસકર્મી ઘાયલ
ગુજરાતના જૂનાગઢમાં શુક્રવારે (16 જૂન) રાતે ગેરકાયદે દરગાહના બાંધકામને લઈને ભારે હોબાળો થયો હતો. પ્રશાસને દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને નોટિસ જાહેર કરી હતી, ત્યારબાદ ત્યાંના લોકો ઉશ્કેરાયા હતા.
બદમાશોના ટોળાએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા અને પથ્થરમારો અને આગચંપી શરૂ કરી દીધી.

ટીવી અહેવાલો અનુસાર, ટોળાએ મજેવડી ચોક ખાતેની પોલીસ ચોકી પર હુમલો કર્યો અને તોડફોડ કરી. કારોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, 16 જૂને સાંજે લગભગ 7 વાગ્યાથી દરગાહની આસપાસ લોકો એકઠા થવા લાગ્યા હતા. રાત્રે 9 વાગ્યા સુધીમાં 200થી 300 લોકો ત્યાં પહોંચી ગયા હતા.
જ્યારે પોલીસે સ્થળ ખાલી કરવાનો પ્રયાસ કર્યો તો ભીડે પથ્થરમારો શરૂ કર્યો. રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. હુમલામાં ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી સહિત 5 લોકો ઘાયલ થયા છે.
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે. શહેરના દરેક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત છે.
જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને ચાલી રહેલા હોબાળાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બદમાશોએ પોલીસ ચોકીને નિશાન બનાવી અને રસ્તાઓ પર પથ્થરમારો અને આગચંપી શરૂ કરી.
આ સમગ્ર મામલો જૂનાગઢના મજેવડી દરવાજા સામે રસ્તાની વચ્ચે બનેલી દરગાહનો છે. આ દરગાહને ગેરકાયદે બાંધકામ ગણાવીને મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ દરગાહ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. આથી પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાયદેસરની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ. અન્યથા આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે.
મહાનગરપાલિકાના અધિકારીઓ ધાર્મિક સ્થળ પર ડિમોલિશનની નોટિસ મુકવા પહોંચતા જ લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
— ANI (@ANI) June 17, 2023
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z












Click it and Unblock the Notifications
