AAP માટે ગુજરાત વોટબેંક પણ કોંગ્રેસ માટે મતદાર છે-કોંગ્રેસ
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પવન ખેરાએ જણાવ્યું હતું કે, દિલ્હીના ડ્રામેબાજ ગુજરાતમાં આવીને જુદા જુદા ડ્રામા કરે છે.
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પવન ખેરાએ જણાવ્યું હતું કે, દિલ્હીના ડ્રામેબાજ ગુજરાતમાં આવીને જુદા જુદા ડ્રામા કરે છે. ગુજરાતમાં મત માંગવા માટે પોતાને કૃષ્ણનો અવતાર બતાવે છે અને દિલ્હીમાં મત મેળવવા હનુમાનનો અવતાર બતાવે છે. જનતાના મંદી - મોંઘવારી - બેરોજગારી જેવા મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે પોસ્ટર વોર કરીને ભાજપ અને તેની બી-ટીમ નાગરિકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસના “કોંગ્રેસ પક્ષનું કામ બોલે છે” પોસ્ટર, ભાજપના પોસ્ટર અને આપ પાર્ટીના પોસ્ટરનો અભ્યાસથી ખ્યાલ આવશે કે, કઈ પાર્ટી ગુજરાતની જનતા માટે મુળ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી જનલક્ષી - પ્રગતિલક્ષી કામગીરીની વાત કરી રહી છે.
જગદીશ ઠાકોરે ભાજપની રાજકીય ગુંડાગીરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈ ભાજપના લોકો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અનંત પટેલ ઉપર કરવામાં આવેલ હુમલો એ સમસ્ત આદિવાસી સમાજ પરનો હુમલો છે.












Click it and Unblock the Notifications
