Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો 23 ટકા વરસાદ, આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આપી આગાહી
Gujarat Weather: ગુજરાતમાં વરસાદ ચાલુ છે પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 23 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 50 ટકા અને સૌથી ઓછો આણંદમાં 11 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના અમુક જિલ્લાઓમાં સરેરાશ વરસાદનાા 15 ટકાથી ઓછો વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર(SEOC)ના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં 30 ટકા અને પૂર્વ મધ્યમાં 15 ટકા વરસાદ થયો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 50.85 ટકા, જૂનાગઢમાં 46.18 ટકા, સુરતમાં 32.47 ટકા, પોરબંદરમાં 31.58 ટકા વરસાદ થયો છે. જ્યારે આણંદમાં સૌથી ઓછો 11.08 ટકા, દાહોદમાં 11.20 ટકા, અરવલ્લી 11.46 ટકા, પાટણમાં 12.5 ટકા, મહીસાગરમાં 13.96 ટકા, સુરેન્દ્રનગરમાં 14.5 ટકા અને સાબરકાંઠામાં 14.99 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 78.18 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 251 તાલુકાઓમાંથી 22 તાલુકાઓમાં 501થી 1000 મીમી વચ્ચે વરસાદ થયો છે.
SEOCના આંકડા મુજબ સમગ્ર ગુજરાતમાં 23.01 ટકા, સૌરાષ્ટ્રમાં 30.21 ટકા, દક્ષિણ ગુજરાતમાં 26.64 ટકા, કચ્છમાં 25.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 15.70 ટકા, પૂર્વ મધ્યમાં 15.01 ટકા વરસાદ નોંધાયો છે.
વળી, રાજ્યના ઘણા તાલુકાઓમાં હજુ વરસાદ થયો નથી. જેમાં બનાસકાંઠાના ભાભરમાં તેમજ અમીરગઢમાં વરસાદ થયો નથી.વળી, કચ્છના લખપત, પાટણના હારીજ, રાધનપુર, સમી અને શંખેશ્વરમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે.
ડાંગના આહવા, સુબીરમાં 11 મીમી, ઉમરપાડા, કપરાડામાં 10 મીમી, ચોર્યાસી, વાપીમાં 4 મીમી, ઓલપાડ, વઘઇ, ઉમરગામમાં 3 મીમી, જાફરાબાદ, નીઝર, ડેડિયાપાડામાં 2 મીમી અને કઠલાલ, જલાલપોર, ચીખલી, વાંસદા, ખેરગામ, ઉચ્છલ અને કુકરમુંડામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, ભાવનગર, રાજકોટ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે.
9 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. વળી, 10 જુલાઈએ કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
આઈએમડી મુજબ 11 અને 12 જુલાઈએ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
