Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરીથી પારો વધવાની આગાહી, તાપમાન 2થી 3 ડિગ્રી વધશે

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીમાં મળેલા આંશિક ઘટાડા બાદ હવે ફરીથી પારો ઉંચો જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

heat

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયુ રહેવાના પગલે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં તાપમાન 3થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા નીચુ નોંધાયુ હતુ.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાયુ હતુ. વળી, અમદાવાદમાં 37.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.1 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 36.3 ડિગ્રી, અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી હવામાન સૂકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. વળી, હિટવેવ, વરસાદ કે હવામાન પલટાની આગાહી કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X