Gujarat Weather Alert : આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવુ રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Alert : ગુજરાત માટે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ માટે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે.

આ બદલાવને કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી સાથે ઝાકળ જોવા મળી રહી છે.
ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફુંકાઈ રહ્યાં છે
હવામાન વિભાગના અનુમાન મુજબ, રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં મમુલી વધઘટ જોવા મળે છે. આગામી સાત દિવસો સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે.
હાલનું તાપમાન
હાલની વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડીગ્રી આસપાસ નોંધાયું છે, જ્યારે અન્ય મોટા ભાગના શહેરોમાં તાપમાન 12 ડીગ્રીથી 17 ડીગ્રી વચ્ચે નોંધાયું છે.
દાહોદ અને ડાંગમાં તાપમાન 13 ડીગ્રી સુધી નીચે ગયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
