Gujarat Weather Alert : ગુજરાતમાં ગરમી અને માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Weather Alert : ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં આ વખતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધવાનું શરૂ થઈ ગયુ છે.

આ સ્થિતીને જોતા એવુ કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળો આ વખતે ભારે ગરમી લઈને આવશે. હવે ઉનાળા અને માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

Gujarat Weather Alert

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ-એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જેના કારણે 8 થી 17 માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ સિવાય અરબ સાગરમાં સર્ક્યુલેશનની શક્યતા છે. 13 અને 14 માર્ચે અરબ સાગરમાં ભેજના કારણે સર્ક્યુલેશન બનશે, જે હવામાનમાં બદલાવ લાવી શકે છે.

આગાહી અનુસાર, 7 માર્ચ પછી રાજ્યમાં ગરમી વધી શકે છે. કચ્છમાં તાપમાન 40°C સુધી પહોંચી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 41-42°C રહેવાની શક્યતા છે.
જો કે વચ્ચે વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ગરમીમાં ઘટાડો જોવા મળશે. આ સિવાય અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આ વખતે ચોમાસું સારું રહેશે.

જણાવી દઈએ કે, દરવર્ષની સરખામણીમાં આ વખતે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શિયાળો ટુંકો રહેતા તેની અસર ખેતી ઉત્પાદનો પર પડે છે. હવે જોવાનું એ રહે છે કે ઉનાળો કેવી રીતે આગળ વધે છે અને ચોમાસું કેવુ રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X