Gujarat Weather Alert : ગુજરાતીઓ હિટવેવ માટે તૈયાર થઈ જાવ, આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Gujarat Weather Alert : હોળી બાદ દેશભરમાં હવામાન પેટર્નમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા બે દિવસથી હવામાન ઠંડુ રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગરમી જોર પકડી રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે અને યલો એલર્ટ જારી કર્યુ છે.

Gujarat Weather Alert

બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો 16 માર્ચે દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 30.42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.05 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને હીટવેવ જોવા મળશે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં હીટવેવ માટે ચેતવણી આપી છે.

  • ઓડિશા : તીવ્ર હીટવેવની સંભાવના.
  • ગુજરાત : બે દિવસ ગરમીનો પારો વધશે; કચ્છમાં યલો એલર્ટ.
  • છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર તેલંગાણા : ગરમીનું મોજું રહેશે.
  • પશ્ચિમ બંગાળ, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ : ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

વાવાઝોડા અને વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.

  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ : તોફાની પવનો અને હિમવર્ષાની શક્યતા.
  • હરિયાણા, રાજસ્થાન, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા : તોફાની પવનો સાથે વરસાદ.
  • પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર : 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળની આંધી.

આ સિવાય મહારાષ્ટ્ર, ગોવા અને પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ વિસ્તારોમાં આગામી 4-5 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં 19 માર્ચ સુધી વરસાદ અને તોફાનની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X