Gujarat Weather Alert: : ગુજરાતના આ જિલ્લા ધખવા માટે તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં ગરમી ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે ઉનાળો તેના અસલી રંગરૂપમં આવી રહ્યો છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને કચ્છ અને રાજકોટ જિલ્લામાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.
આ દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર ગરમી અને ભેજયુક્ત વાતાવરણ જોવા મળશે.
હવામાન વિભાગના મતે, બે દિવસ બાદ ગરમીનો વ્યાપ વધશે અને કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ દર્શાવે છે કે તાપમાન સામાન્ય કરતા વધુ હશે, જેના કારણે લોકો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. હીટવેવની સ્થિતિમાં લાંબા સમય સુધી ખુલ્લા વાતાવરણમાં રહેવા ટાળો. પાણી વધુ પીવું અને હલકા વસ્ત્રો પહેરવા જોઈએ.
ગુજરાતમાં ગરમીની અસર ધીરે ધીરે વધી રહી છે, અને હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે. સાવચેતી જળવાવા અને હીટવેવના નુકસાનથી બચવા માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ ગરમી અને ઠંડી વચ્ચેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહીને જોતા જલ્દી ગુજરાતમાં ગરમીમાં વધારો થતો જોવા મળશે.












Click it and Unblock the Notifications
