Gujarat Weather Alert : હવે કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાવ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગરમી વધુ તેજ બનવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 9 માર્ચથી 13 માર્ચ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી દિવસોમાં ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારો અનુભવાશે. ખાસ કરીને 11 માર્ચથી પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે, જે 18થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
અરબ સાગર તરફથી ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારો વધુ અનુભવાશે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે રાત્રી દરમિયાન પણ ગરમીના અસરકારક પ્રભાવને વધુ તીવ્ર બનાવી શકે છે.
હવામાન નિષ્ણાતોની આગાહીને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતાને પૂરતી તૈયારી રાખવા અને ગરમીથી બચવાના જરૂરી પગલાં ભરવા માટે સલાહ આપવામાં આવી છે.
વધુમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક દુર્બળતા ધરાવતા લોકોએ ગરમીમાં બહાર નીકળતી વખતે તકેદારી રાખવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
