Gujarat Weather Alert : ગુજરાતમાં હવે ગરમી ભુક્કા બોલાવશે, આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી
Gujarat Weather Alert : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમ પવનો અને ભેજના લીધે બફારાનું પ્રમાણ વધ્યું છે.
હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાય તેવી આગાહી કરી છે.

ગુજરાત ઉપરાંત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે સૂચના આપી છે કે ભેજના પ્રમાણમાં વધારો થવાથી બફારો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
વર્તમાન હવામાન સ્થિતિ
હાલ ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન પ્રવાહી રહ્યા છે, જે જમીન પરના ગરમ પવનો છે. આ પવનો હવાના ભેજ અને તાપમાનમાં વધારો કરી રહ્યા છે, જેના કારણે લોકોને વધુ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે:
- અમદાવાદ: 36.8°C
- ડીસા: 34.6°C
- ગાંધીનગર: 36.6°C
- વીવી નગર: 38.5°C
- વડોદરા: 36.8°C
- સુરત: 38.4°C
- ભૂજ: 37.4°C
- નલિયા: 36.0°C
- કંડલા પોર્ટ: 34.9°C
- અમરેલી: 38.0°C
- ભાવનગર: 36.8°C
- પોરબંદર: 38.6°C
- રાજકોટ: 38.7°C
- કેશોદ: 38.6°C
- સુરેન્દ્રનગર: 37.8°C
આ ઉપરાંત અમદાવાદ, સુરત, વીવી નગર, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે.
ગુજરાતમાં વધતા તાપમાન અને ભેજના કારણે બફારું વધી રહ્યું છે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધી શકે છે, તેથી લોકોને સાવધાની રાખવા અને હિટ સ્ટ્રોકથી બચવા માટે જરૂરી પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે. લોકો માટે જરૂરી છે કે તેઓ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે અને પોતાના આરોગ્યની કાળજી રાખે.












Click it and Unblock the Notifications
