Gujarat Weather Alert : હવે ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે, આ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરાયા
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ પ્રચંડ ગરમી જોવા મળી રહી છે. હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે.
છેલ્લા પાંચ દિવસથી તાપમાન સતત વધતું જ જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં એ વધુ પણ વધી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે અને ભુજ શહેરમા તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ તાપમાન 42 ડિગ્રીથી 44 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમી વધારે જોવા મળી રહી છે.
ભુજમાં તાપમાને 42 ડિગ્રીને પાર કરી દીધું છે અને આગામી દિવસોમાં તે 44 ડિગ્રી સુધી જઈ શકે છે. કચ્છમાં આગામી બે દિવસ માટે સિવિયર હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટ અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે લોકો માટે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આ વિસ્તારમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
હવામાન વિભાગે 13 એપ્રિલ આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આ માવઠાની અસર રાજ્યના દરેક ભાગમાં નહીં હોય.
અરબી સમુદ્રમાં ખતરનાક વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા જણાઈ રહી છે. હવામાન વિભાગ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર કેવી પડશે તે અંગે વધુ માહિતી આવતા દિવસોમાં મળશે.












Click it and Unblock the Notifications
