Gujarat Weather Alert : ગુજરાતના આ જિલ્લામાં કરા સાથે વરસાદ જોવા મળશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gujarat Weather Alert : ગુજરાતમાં હાલ ઉનાળાની ગરમીએ લોકોને હેરાન કર્યા છે. આ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે, જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે.

Gujarat Weather Alert

આગાહી અનુસાર, 3 મે થી 10મી મે દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે, જે ખેડૂતો અને સામાન્ય લોકો માટે મહત્વનું રહેશે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 3 જી અને 4થી મેના રોજ વરસાદની શરૂઆત થઈ શકે છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ અને ઠંડા પવનો ગરમીથી રાહત આપી શકે છે.

કચ્છમાં 3જી થી 6ઠ્ઠી મે દરમિયાન વરસાદની સાથે કરા પડવાની આગાહી છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ થોડું વધુ રહેવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. અહીં હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી નથી. આ માવઠાને કારણે ગુજરાતના લોકોને ગરમીથી થોડી રાહત મળવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X