Gujarat Weather: સવારે અને રાતે ઠંડીનો ચમકારો, બપોરે ગરમી, ફરીથી કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાવાના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સવારે અને રાતે ઠંડી વધુ લાગે છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આમ, રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર હાલમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ઠંડી લાગી રહી છે. જો કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહિ મળે.

cold-heat

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ આગામી ચાર-પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના પરિણામે જમીન વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો થશે. 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે 28 અને 29 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર માર્ચ સુધી રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 7થી 9 માર્ચ તેમજ 11થી 14 માર્ચ દરમિયાન હવામાન પલટાશે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે.

વળી, અંબાલાલ પટેલની આગાહી મુજબ 4 માર્ચથી ગરમી વધશે. ગરમીના લીધે અરબ સાગરમાંથી આવતા ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સંભાવના છે. માર્ચના પહેલા પંદર દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X