Gujarat Weather: આજે વાદળછાયુ વાતાવરણ, 3 દિવસ પછી વધશે ગરમીનો પ્રકોપ, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 3 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. પરંતુ ત્યારબાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહિ થાય. વળી, હાલમાં વરસાદની સંભાવના નહિવત છે.

heat

આઈએમડીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં હવામાન સૂકુ રહેશે. આગામી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. વળી, ગુજરાતના દરિયાકિનારાના ઉત્તર ભાગમાં પવન ફૂંકાઈ શકે છે. દરિયાકિનારે 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

તાપમાનની વાત કરીએ તો બુધવારે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.4 ડિગ્રી, સુરતમાં 22.8 ડિગ્રી, કેશોદમાં 16.9 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. વળી, મહત્તમ તાપમાન અમદાવાદમાં 34.8 ડિગ્રી, ગાંધીનગરમાં 34.5 ડિગ્રી, વડોદરામાં 36 ડિગ્રી, દ્વારકામાં 27.6 ડિગ્રી નોંધાયુ હતુ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે આજથી દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં માવઠાની સંભાવના છે તેમજ ગુજરાતના ભાગોમાં બપોરે અને સાંજના સમયે ભારે પવન ફૂંકાશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X