Gujarat Weather: રાજ્યમાં કાતિલ ઠંડી અને માવઠાની આગાહી, નલિયામાં પારો 8.5 ડિગ્રી

Gujarat Weather: ગુજરાતમાં કડકડતી ઠંડી શરુ થઈ ચૂકી છે. હજુ આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધશે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં દિવસેને દિવસે ઠંડી ખૂબ વધી રહી છે. નલિયામાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે.

નલિયામાં રવિવારે પારો 9.2 ડિગ્રી હતો, જે ગગડીને સોમવારે 8.5 ડિગ્રી થઈ ગયો હતો. ગુજરાતમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયુ હતુ. રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનુ પ્રમાણ વધુ હોય છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.

cold

તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 16.5 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, દ્વારકામાં 18.6 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, ભૂજમાં 15.6 ડિગ્રી, પોરબંદરમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13.5 ડિગ્રી અને કંડલામાં 11.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

વળી, મહત્તમ તાપમાન અમદાવાદમાં 29.9 ડિગ્રી, ડીસામાં 29.6 ડિગ્રી, ગાંધીનગરમાં 29.6 ડિગ્રી, દ્વારકામાં 29 ડિગ્રી, વડોદરામાં 31.8 ડિગ્રી, ભૂજમાં 32.9 ડિગ્રી, પોરબંદરમાં 31.2 ડિગ્રી, રાજકોટમાં 31.9 ડિગ્રી અને કંડલામાં 30.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

કચ્છમાં ઠંડીનુ પ્રમાણ વધુ હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરીને જિલ્લાની સવારની પાળીમાં ચાલતી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 30 મિનિટ મોડી શરુ કરવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે ત્યારાબદ તાપમાન 2થી 3 ડિગ્રી ઉંચુ આવશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. જેના કારણે 14થી 18 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 12 અને 13 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ પડશે. વળી, 29 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ ધ્રૂજાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X