Gujarat Weather: ગુજરાતમાં ઠંડી યથાવત, આ દિવસોમાં આંધી સાથે વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત છે. રાજ્યમાં અનેક જગ્યાએ પડેલા કમોસમી વરસાદને પગલે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હવે ધીમે ધીમે તાપમાનમાં રોજેરોજ વધારો થશે. 10 માર્ચ સુધીમાં પારો 35 ડિગ્રી સુધી જઈ શકે છે. જો કે, માર્ચમાં હજુ માવઠાની સંભાવના છે.

cold

આઈએમડી મુજબ 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 25 અને 26 માર્ચે પણ માવઠુ થઈ શકે છે.

રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 13.6 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, દમણમાં 13.6 ડિગ્રી, ભૂજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

વળી, હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભૂજ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી, વડોદરામાં 26 ડિગ્રી અને રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ફરીથી એક વાર વાતાવરણ પલટાશે. 8થી 11 માર્ચ તેમજ 18થી 20 માર્ચ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સહિત આંધી-વંટોળ સાથેના વરસાદની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે અલ નીનોના કારણે આ વર્ષે મે મહિના સુધી કાળઝાળ ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X