Gujarat Weather: ઠંડીનો પ્રકોપ ઘટ્યો, તાપમાનમાં હવે થશે વધારો, આ દિવસે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિ બદલાતા આગામી દિવસોમાં ધીમે-ધીમે પારો વધશે અને ગરમીમાં વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. જો કે, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં સવારે અને રાતે કડકડતી ઠંડી પડે છે પરંતુ આખા દિવસ દરમિયાન ગરમી પડે છે. આમ, રાજ્યભરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી યથાવત રહી હતી. કચ્છનુ નલિયા 10.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 13.3 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, ડીસામાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, કંડલામાં 14.6 ડિગ્રી, દ્વારકામાં 16.6 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29.3 ડિગ્રી, નલિયામાં 27.5 ડિગ્રી, ડીસામાં 29.9 ડિગ્રી, ગાંધીનગરમાં 28.8 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી, સુરતમાં 32 ડિગ્રી, કંડલામાં 29 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી, રાજકોટમાં 31.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 30.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાનવ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 27થી 30 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
