Gujarat Weather: રાજ્યમાં વરસાદ બાદ પારો ગગડ્યો, ધૂમ્મસ અને ઠંડી વધી, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરીય મેદાનોમાં પવન અને સૂર્યપ્રકાશના કારણે તાપમાનમાં નજીવો વધારો છતાં ઠંડી અને ધૂમ્મસથી કોઈ રાહત નથી.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માવઠાની કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં હવામાન મોટેભાગે સૂકુ રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Cold

આઈએમડીના જણાવ્યા મુજબ આજે અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ગુજરાતમાં હવામાન ખુલ્લુ થશે. હાલમાં 12થી 16 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. જે સામાન્ય કરતાં વધુ છે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, બુધવારે નલિયા 9.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. વળી, અમદાવાદમાં પારો એક ડિગ્રી ઘટીને 17 થઈ ગયો હતો. આ ઉપરાંત ડીસામાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, સુરતમાં 20.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 13 ડિગ્રી, દ્વારકામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, બુધવારે નલિયામાં 25.6 ડિગ્રી, અમદાવાદમાં 26 ડિગ્રી, ડીસામાં 26.4 ડિગ્રી, ગાંધીનગરમાં 26.4 ડિગ્રી, વડોદરામાં 27.6 ડિગ્રી, સુરતમાં 30.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 25.6 ડિગ્રી, દ્વારકામાં 26.2 ડિગ્રી, રાજકોટમાં 27.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 28 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X