Gujarat Weather: માવઠા બાદ પારો ગગડ્યો, ઠંડી વધી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weatehr: ગુજરાતમાં માવઠા પછી ઠંડીનો વધુ એક રાઉન્ડ અનુભવાઈ રહ્યો છે. વરસાદ અને ઠંડા પવનોના કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં પારો ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યુ છે.
રાજ્યમાં આજે પણ ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. સવારે અને રાતો કાતિલ ઠંડીનુ જોર વધી ગયુ છે. જો કે, આગામી 24 કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો નોંધાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કમોસમી વરસાદની સંભાવના છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રય થવાના કારણે 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠુ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નલિયા 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડી શહેર રહ્યુ હતુ. જ્યારે અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ભૂજમાં 13.1 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, રાજ્યોમાં 13.2 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.
તમને જણાવી દઈએ કે શનિવારે ગુજરાતના 50 જેટલા તાલુકાઓમાં માવઠુ થયુ હતુ. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ35 મીમી વરસાદ નોંધાયો હતો. વળી, બનાસકાંઠાના ધાનેરામાં 28 મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભર, ડીસા, વડગામ, કાંકરેજ, દાંતીવાડા તેમજ દેવભૂમિ દ્વારકા, મહેસાણાના વિજાપુર, બેચરાજી, માણસા, ગાંધીધામ, પાટણમાં હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7થી 12 માર્ચ વચ્ચે વાતાવરણમાં ફરીથી પલટો આવશે. શિવરાત્રિ આસપાસના દિવસોમાં પણ ઠંડા પવન સાથે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત 14થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં તાપમાનનો પારો વધશે. 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવવાળા દિવસોની સંખ્યા વધુ રહેશે. માર્ચ મહિનો સામાન્ય કરતા વધુ ગરમ રહેશે.












Click it and Unblock the Notifications
