Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ઠંડા પવનોથી તાપમાન 2 ડિગ્રી ઘટ્યુ, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: મધ્ય ભારતના હવામાનમાં પલટો આવતા ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો શરુ થઈ ગયો છે. ઠંડા પવનોના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડીમાં આંશિક વધારો થશે. પવનની ગતિ વધતા કડકડતી ઠંડી પડશે અને પવનની ગતિ 20થી 30 કિમી રહેશે.

cold

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે તેમજ પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે. વરસાદની સંભાવના નથી. જો કે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીની ઘટાડો થઈ શકે છે.

ગુરુવારે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી પહોંચી ગયુ હતુ. બંને શહેરો રાજ્યમાં સૌથી વધુ ઠંડા રહ્યા હતા. અમદાવાદમાં 16 ડિગ્રી, રાજકોટમાં 17 ડિગ્રી, અમરેલીમાં 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી, જ્યારે ભાવનગર અને સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. તાપમાનમાં હજુ વધુ ઘટાડો થઈ શકે ચે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદની તેમજ બે રાજ્યોમાં શીત લહેરનુ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાનમાં પલટાના કારણે ગુજરાતમાં પણ શીત લહેર શરુ થઈ ગઈ છે. આગામી ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડીનો દોર યથાવત રહેશે. તાપમાન ઘટશે અને ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડો પર પડી રહેલા બરફ અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલના કુકુમસેરમાં પારો માઈનસ 14.2 ડિગ્રી થઈ ગયો છે. કાશ્મીરના ગુલમર્ગમાં માઈનસ 12 ડિગ્રી અને પહેલગામમાં માઈનસ 11.9 ડિગ્રી તાપમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X