Gujarat Weather: ગુજરાતમાં ફરીથી પારો ગગડશે, કમોસમી વરસાદની સંભાવના, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ સવારે ઠંડી અને બપોરે ગરમીના વાતાવરણ વચ્ચે હવે ફરીથી તાપમાનનો પારો નીચે જવાનો છે. હવામાન વિભાગે જણાવ્યુ કે હાલમાં પવનની દિશા બદલાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 4 અને 5 ફેબ્રુઆરીએ છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે.

આઈએમડી મુજબ ઉત્તર ભારતમાં પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે.

cold

રાજ્યમાં 10 ફેબ્રુઆરી પછી હવામાનમાં ફરીથી પલટો આવશે અને વાદળછાયુ વાતાવરણ સર્જાશે. જે વરસાદમાં પરિણમવાની સંભાવના છે. વળી, 5 ફેબ્રુઆરી બાદ ફરીથી રાજ્યમાં તાપમાનનો પારો નીચે આવશે અને ઠંડી વધશે. અમુક શહેરોમાં 15 ડિગ્રીથી પણ વધુ નીચુ તાપમાન જઈ શકે છે.

આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વળી, ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે.

ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી તેમજ આણંદ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને નલિયામાં 15 ડિગ્રી નોંધાયુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 ફેબ્રુઆરીથી ફરીથી ઠંડીની શરુઆત થઈ શકે છે. 10થી 15 ફેબ્રુઆરી વચ્ચે વાદળછાયુ વાતાવરણ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X