Gujarat Weather: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં હાડ કંપાવતી ઠંડી પડવાની સંભાવના કરવામાં આવી છે. વર્તમાન સમયમાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનો ઇફેક્ટમાં ઘટાડો થવાના કારણે ઠંડીમાં વધારો થવાની શક્યાતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક છે. સામાન્ય રીતે ઉત્તર પૂર્વીય પવનો રાજ્યના નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 17થી 23 ડિસેમ્બરના દિવસોનો સમાવેશ થાય છે.

Gujarat Weather

શિયાળાના આ સમયમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. નલિયામાં તાપમાન એક ડિગ્રી જેટલુ ઘટીને 13.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે સાથે હાલમાં નલિયા રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. વળી, આવનારાગ બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. વળી, રાતનુ તાપમાન પણ 2-3 વધી શકે છે. હાલમાં વાતાવરણમાં ભેજ છે.

અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. વડોદરામાં 18 ડિગ્રી તાપમાન રહેશે. સુરત શહેરમાં ઠંડીમાંથી રાહત મળશે. સુરત શહેરનું તાપમાન 22 ડિગ્રી રહેશે. ડિસામાં 14 ડિગ્રી તાપમાન રહેશે. આ સાથે વેરાવળમાં 21 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. આ ઉપરાંત ભૂજ શહેરનું તાપમાન 16 ડિગ્રી રહેશે.

તારીખ ન્યૂનતમ તાપમાન મહત્તમ તાપમાન
17-ડિસેમ્બર 14.0 29.0
18-ડિસેમ્બર 13.0 28.0
19-ડિસેમ્બર 13.0 27.0
20-ડિસેમ્બર 13.0 28.0
21-ડિસેમ્બર 14.0 29.0
22-ડિસેમ્બર 13.0 29.0
23-ડિસેમ્બર 14.0 31.0

20 ડિસેમ્બર સુધીમાં દિલ્હીમાં પારો 5 ડિગ્રી સુધી ગગડશે - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 અને 20 ડિસેમ્બરની સવાર દરમિયાન પંજાબની સાથે સાથે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે, જ્યારે હળવા ઝાકળની શક્યતા છે. દિલ્હીમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે 20 ડિસેમ્બર સુધીમાં દિલ્હીમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X