Gujarat Weather: રાજ્યમાંથી વરસાદે લીધી વિદાય, ઠંડીનો ચમકારો વધશે, મહત્તમ તાપમાન ઘટશે
હવામાન વિભાગની આગાહી: પવનની દિશા બદલાતા રાજ્યમાં આજથી સૂકું વાતાવરણ રહેશે, ઓક્ટોબરમાં ચાર વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો.

Gujarat Weather: ગુજરાતમાં અનિયમિત વરસાદનો દોર હવે સમાપ્ત થવાના આરે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના લગભગ નહિવત્ રહેશે. પવનની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર આવશે, જેના કારણે રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન
રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જે ઠંડીના આગમનનો સંકેત આપે છે.
શહેર | લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)
અમરેલી - 17.2
નલિયા - 19.0
દીવ - 19.7
મહુવા - 19.9
કેશોદ - 20.2
કંડલા અને ભાવનગર - 20.8
ગાંધીનગર - 21.2
સુરેન્દ્રનગર - 21.6
અમદાવાદ - 22.3
બેવડી ઋતુનો અનુભવ અને આગાહી
હવામાન વિભાગે હવે રાજ્યમાં બેવડી ઋતુ (સવારે ઠંડી અને બપોરે ગરમી)ની આગાહી કરી છે.
- મહત્તમ તાપમાન: રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
- લઘુત્તમ તાપમાન: લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.
પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની શક્યતાઓ નહિવત્ છે.
ઓક્ટોબર મહિનામાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો
સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે, તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ઓક્ટોબર મહિનામાં કુલ 94 MM વરસાદ નોંધાયો છે. હવે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એકથી બે દિવસની અંદર ચોમાસું વિદાય લઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ઠંડા પવનનું જોર વધશે
હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે.
આ સિસ્ટમ્સના કારણે આગામી સમયમાં ઠંડા પવનનું જોર વધશે, જેનાથી ઉત્તર ભારત, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે ઠંડીની અસર વર્તાઈ શકે છે, જેની પરોક્ષ અસર ગુજરાતમાં પણ ઠંડીના વધારા સ્વરૂપે જોવા મળશે.












Click it and Unblock the Notifications
