Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ જિલ્લાઓમાં માવઠાની સંભાવના, જાણો આગાહી

Gujarat Weather: ગુજરાતમાં પ્રવર્તી રહેલી આકરી ગરમીની સ્થિતિ દરમિયાન હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડીની આગાહી મુજબ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 8થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હીટવેવની સ્થિતિ છે. ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જે ગુજરાત સુધી આવતા માવઠાની સંભાવના છે.

heat-rain

આઈએમડીના જણાવ્યા મુજબ 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાની અસર જોવા મળી શકે છે.

વળી, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. જો કે, 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની સંભાવના છે. વળી, 11 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 18 એપ્રિલ દરમિયાન દેશના ઘણા ભાગોના હવામાનમાં પલટો આવશે. જેના પરિણામ પ્રિ-મોનસુન એક્ટિવિટી શરુ થશે. જેના કારણે ગુજરાતમાં માવઠાની સંભાવના છે.

12થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વળી, તેમણે ઉમેર્યુ કે 20 એપ્રિલથી રાજ્યમાં ભીષણ ગરમીની શરુઆત થશે. રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં ફરીથી તાપમાન વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X