Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ, 5 દિવસ રેડ એલર્ટ સાથે હીટવેવની આગાહી

Gujarat Weather: રાજ્યમાં ગરમીનુ રૌદ્ર સ્વરુપ વર્તાઈ રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અને કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રેડ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

heat wave

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આઈએમડી દ્વારા આગામી પાંચ દિવસ માટે અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આંકડાઓ મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોનુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 45 ડિગ્રી, અમદાવાદમાં 44.5 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, ભાવનગરમાં 44.2 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગ દ્વારા ગરમીની આ સ્થિતિને જોતાં વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે, બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવુ, જો બપોરના સમયે બહાર નીકળવુ પડે તેમ હોય તો સૂર્યના સીધા સંપર્કમાં ન આવવુ, માથુ ઢાંકેલુ રાખવુ, પાણી ભરપૂર માત્રામાં પીવુ, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 21 મે પછી પ્રી-મોનસુન એક્ટિવિટીની શરુઆત સાથે હવામાન પલટાશે અને ગરમીથી રાહત મળશે. 26મેથી 30 મે દરમિયાન વરસાદ થઈ શકે છે. 17થી 28 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદનુ અનુમાન છે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X