Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ, જાણો હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યા હતા. આ ઉપરાંત વડોદરા, વિદ્યાનગર, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં દીવ, જૂનાગઢ, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં તેમજ ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આઈએમડીના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હીટવેવ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યનુ તાપમાન આગામી 3થી 4 દિવસ 45 ડિગ્રી આસપાસ રહેશે. ત્યારબાદ ચોથા દિવસથી ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના પરિણામે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 45.5 ડિગ્રી, ગાંધીનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે વીસ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગુજરાતની આકરી ગરમીએ રાજ્યમાં શુક્રવારે 17 લોકોનો ભોગ લીધો. જેમાં વડોદરામાં 9, સુરતમાં 6 અને અમદાવાદમાં 2 લોકોના ગરમીના પ્રકોપના કારણે મોત થયા છે. રાજ્યમાં હાર્ટ એટેક, હીટસ્ટ્રોક, વોમિટીંગ, ડિહાઈડ્રેશનના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને 108 મારફતે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. હાલમાં કુલ 41 દર્દીઓ દાખલ છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે.
હીટવેવ દરમિયાન માથામાં દુઃખાવો, પગની પીંડીઓમાં કળતર, શરીરનુ તાપમાન વધવુ, ખૂબ તરસ લાગવી, પરસેવો-પેશાન ન થવો, ઝાડા-ઉલટી-ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવુ, મુંઝવણ થવી, ખેંચ આવવી, અળાઈઓ નીકળવી, સ્નાયુઓમાં દુઃખાવો જેવા લક્ષણો દેખાય છે.
તંત્ર દ્વારા હીટવેવથી બચવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેવી કે, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવુ, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ઓઆરએસ વધુ પીવુ, બહારનુ ખાવાનુ ટાળવુ, વધુ પ્રોટીન ન ખાવુ, તાજા ફળો અને શાકભાજી ખાવા, સુતરાઉ કપડાં પહેરવા, બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવુ.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
