Gujarat Weather: ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભીષણ ગરમી, 16 જિલ્લાઓમા હીટવેવ, મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather: ગુજરાત છેલ્લા એક અઠવાડિયાથી આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યુ છે. તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ ફરી રહ્યો છે. રાજ્યમાં આટલી ભીષણ ગરમીના કારણે હીટસ્ટ્રોકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આઈએમડીએ આજે 16 જિલ્લાઓમાં હીટવેવનુ અનુમાન લગાવ્યુ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

heat wave

હવામાન વિભાગ મુજબ અમદાવાદ, રાજકોટ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં 24 મે સુધી હીટવેવ ચાલુ રહેશે. 24મેથી 30 મે સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો આંશિક ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ અલગ-અલગ શહેરના મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 45.3 ડિગ્રી, અમદાવાદમાં 45.2 ડિગ્રી, ગાંધીનગરમાં 45 ડિગ્રી, અમરેલી 45 ડિગ્રી, ડીસા 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 43.9 ડિગ્રી, વડોદરામાં 44.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગ દ્વારા હીટવેવથી બચવા માટેના અમુક સૂચનો આપ્યા છે. જેમ કે, લાંબો સમય સૂર્યના સંપર્કમાં રહેવાથી લૂ લાગી શકે છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ સહિત બીમાર લોકોએ સૂર્યના સીધા સંપર્કમાં ન આવવુ. વધુમાં વધુ પાણી પીવુ. ઓઆરએસ, લીંબુ શરબત, લસ્સી, છાશ, વરિયાળીનુ શરબત વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જે દરમિયાન અમુક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે. 26 મે પછી તાપમાન 40 ડિગ્રીથી નીચુ જવાની સંભાવના છે. વળી, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 25મેથી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X