Gujarat Weather: ગુજરાતનુ તાપમાન 42ને પાર જવાની સંભાવના, કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યુ હતુ. સમગ્ર રાજ્યમાં હાલમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે.

આ દરમિયાન વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં બે દિવસ વરસાદની પણ સંભાવના છે.

heat wave

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ગુજરાતમાં ચાર દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેશે. ત્યારબાદ બે દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 13 એપ્રિલે બનાસકાંઠા, કચ્છના અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનારા પાંચ ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 12થી 15 એપ્રિલ દરમિયાન વંટોળ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે. આજે અમરેલી, ભરુચ, બોટાદ, જૂનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની સંભાવના છે.

વળી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તેમજ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X