Gujarat Weather: કચ્છમાં હિટવેવ અને આ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની સ્થિતિ રહેશે તેમજ રાજ્યમાં હવામાન સૂકુ રહેશે. જો કે, કાળઝાળ ગરમી દરમિયાન હવામાન પલટાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 3 દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ 13થી 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે.

heat and rain

આઈએમડીની આગાહી મુજબ 13 એપ્રિલના રોજ વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. 14 અને 15 એપ્રિલે છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, રાજકોમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 15 એપ્રિલ દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પ્રી-મોનસુન એક્ટિવિટી શરુ થશે. આ સમય દરમિયાન ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનુ જોર રહેશે. જો કે, એપ્રિલના ત્રીજા સપ્તાહમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.

રાજ્યના અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી, જામનગરમાં 41.2 ડિગ્રી, આણંદમાં 39.5 ડિગ્રી, બનાસકાંઠામાં 41.1 ડિગ્રી, મહેસાણામાં 39.3 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, વલસાડમાં 37.01 ડિગ્રી અને કચ્છમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X