Gujarat Weather: ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં યલો એલર્ટ, વરસાદની કોઈ સંભાવના નહિ

Gujarat Weather: રાજ્યમાં ગરમી એક તરફ કાળઝાળ ગરમી પોતાની ચરમ સીમાએ છે, ત્યાં બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનુ પ્રમાણ વધતા લોકો બફારાથી પણ કંટાળી ગયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ચાર દિવસ સુધી તાપમાનમાં વધારો થશે અને હવામાન સૂકુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નહિવત છે.

heatwave

અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 41 ડિગ્રીને પાર જશે. જો કે, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી છે. અમદાવાદમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનુ પ્રમાણ જેમ-જેમ વધશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે.

રવિવારે અમદાવાદ શહેરનુ તાપમાન 42.8 ડિગ્રી, રાજકોટનુ તાપમાન 41.1 ડિગ્રી, પાટણનુ તાપમાન 41 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી, વડોદરા 40.6 ડિગ્રી, ભાવનગર 37.6 ડિગ્રી, ડીસા 40.2 ડિગ્રી અને સુરત 34.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસમાં ભેજનુ પ્રમાણ રહેશે પરંતુ વરસાદની સંભાવના નથી. 24 મે પછી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X