Gujarat Weather: આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. વળી, બીજી એક સિસ્ટમ પણ સક્રિય થવાના કારણે ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદનુ અનુમાન છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી છે. વળી, દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળવાની સંભાવના છે. સાવચેતી રુપે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આઈએમડી મુજબ આજે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. વળી, 11થી 13 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 11 તાલુકામાં અડધો ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 36 તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બોટાદ તાલુકામાં નોંધાયો છે.












Click it and Unblock the Notifications
