Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. દરિયો પણ તોફાની રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, અમુક જગ્યાએ હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે.

rain

આઈએમડી મુજબ આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરુચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, મહેસાણા, મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહેલી ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. વળી, 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડશે.

હવામાન વિભાગે 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરી છે. દરિયામાં હલચલ અને તેજ પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X