Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ આગાહી, અમુક જગ્યાએ પડશે ભારે વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વળી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેવાની શક્યતા છે. આઈએમડી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

rain

આઈએમડી મુજબ અમદાવાદ સહિત રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદની સંભાવના છે. વળી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 3 દિવસ વરસાદની સંભાવના છે.

આઈએમડી મુજબ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, તાપી, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આજે ગીર સોમનાથ, દીવ, કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં 14મીએ વરસાદની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં 15મીએ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં 16મીએ હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X