Gujarat Weather: આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, અંબાલાલ પટેલે કરી આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જો કે, અમદાવાદ સહિત ઘણા ભાગોમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવો તેમજ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અમુક જગ્યાએ મધ્યમ વરસાદની રહેવાની સંભાવના છે.

rain

અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ ગુજરાત પર હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જે વરસાદી સિસ્ટમ બની હતી તે ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ સહિતના ભાગોમાં વરસાદ થશે.

આઈએમડી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના છે. ગઈકાલે રાતે અને આજે સવારે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે દરિયામાં ભારે પવનો અને દરિયો તોફાની રહેવાની સંભાવનાના કારણે આગામી 5-7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરેલી છે કે બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનનો ઘેરોવો વધુ છે માટે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યુ છે કે 5 અને 6 ઓગસ્ટે ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે પંચમહાલ, વડોદરા, આહવા, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X