Gujarat Weather: રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, આ તારીખથી મેઘરાજા લેશે બ્રેક
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદની સંભાવના છે. તેમાં પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ વરસાદ આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આઈએમડી મુજબ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતા છે. વળી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની સંભાવના છે. વળી, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સેન્ટ્રલ પાર્ટ ઑફ નૉર્થ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર એરિયા બન્યો હોવાથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભેજ છે અને વાદળા બંધાયા છે. જેના પરિણામે વરસાદ થયો છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ અને કડી તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વળી, સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતીજ, બાયડ, મોડાસાના ભાગોમાં વરસાદની સંભાવના છે. વળી, દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. વળી, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે. જો કે, 23 ઓગસ્ટથી રાજ્યમાં મેઘરાજા બ્રેક લેશે.












Click it and Unblock the Notifications
