Gujarat Weather: આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ સુધી ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

આઈએમડીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
વળી, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી મુજબ આગામી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની સંભાવના છે.
15મી સપ્ટેમ્બરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં તેમજ 16 સપ્ટેમ્બરે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, અહીં ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 17 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
