Gujarat Weather: રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા નર્મદા, તાપી, ડાંગ, સુરત, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain: આજે રાજ્યભરમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે 3 સિસ્ટમ હોવાનું જણાવ્યું છે. જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવો વરસાદ થશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
Weather News: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં બનેલું લો-પ્રેશર વિસ્તાર આજે 29મી જુલાઈની સવારે આ જ પ્રદેશમાં યથાવત હતું. સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર દક્ષિણ-પશ્ચિમ તરફ ઊંચાઈ સાથે ઝુકાવ સાથે ફેલાયેલો છે.
ગઈકાલનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાયેલો છે, ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલ છે. સરેરાશ સમુદ્ર સપાટી પરનું ચોમાસુ ટ્રફ હવે શ્રી ગંગાનગર, સતના, ડાલ્ટનગંજ, દિલ્હી, ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીમાં ઉત્તરપૂર્વ તરફ પસાર થાય છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજથી 3 દિવસ થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠે 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવાની આગાહી છે.












Click it and Unblock the Notifications
