Gujarat Weather: રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ એલર્ટ

Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજાની ભરપૂર મહેર વરસી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આઈએમડીએ દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદની રહેવાની સંભાવના બુધવારે વ્યક્ત કરી હતી.

rain

હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, સુરત, ડાંગ અને તાપીમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વહીવટી તંત્ર દ્વારા માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરુચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં 1 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યુ છે. રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફની 6 બટાલિયનની 22 જવાનોની ટૂકડી નવસારી ખાતે તૈનાત છે. વળી, એનડીઆરએફની ટૂકડી બચાવ સાધન સામગ્રી લઈને મોડી રાતે નવસારી ખાતે પહોંચી ગઈ છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X