Gujarat Weather: અમદાવાદ સહિત આ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આવતી કાલથી વિરામ

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.

જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની સંભાવના ઓછી છે. વળી, આવતી કાલથી રાજ્યમાં વરસાદ વિરામ લેશે તેવી સંભાવના છે.

ahmedabad rain

તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. પાટણના સાંતલપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વળી, વરસાદના કારણે ભાદર-2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવા પડ્યા હતા. ફોફડ ડેમ પણ ઓવરફ્લો થયો. રાજ્યના ઘણા ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ. રાજ્યમાં અત્યાર સુધીમાં 218 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે આણંદ અને ભરુચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનુ જોર ઘટશે. અમુક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.

નોંધનીય છે કે રાજ્ય પર ત્રણ સિસ્ટમ બનવાના કારણે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થતા ખેડૂતોએ મકાઈ, તુવેર, મગફળી અને કપાસની વાવણી શરુ કરી દીધી છે.

છેલ્લા 24 કલાકમાં અબડાસા, સુઈગામ અને ખંભાળિયામાં સવા 5 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉપલેટામાં 5 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, ગોંડલ, બરવાળા, ચોટીલામાં 3.5 ઈંચ, ગઢડા, વડગામ અને કેશોદમાં પણ 3.5 ઈંચ વરસાદ, રાપર, દાંતિવાડામાં અને રાજકોટમાં 3 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. સાથે જ માંગરોળમાં 3 ઈંચ અને સિદ્ધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના ઘણા ડેમ ઓવરફ્લો થયો. ઘણા ગામો સંપર્કવિહોણા બન્યા છે. કચ્છનુ હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આજે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢમાં ઉપરવાસના વરસાદના કારણે ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. માંગરોળની નોળી નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યુ છે. માંગરોળ અને કેશોદમાં ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. જામકંડોરણામાં ભારે વરસાદથી ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે.

બોટાદમાં ભારે વરસાદના લીધે ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. બેલા અને ઉતાવળી નદીમાં પૂર આવ્યા છે. વળી, સાળંગપુરમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને ચેકડેમો છલકાઈ ગયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદથી સાબરમતી, હરણાવ અને કોસંબી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.

https://gujarati.oneindia.com/features/world-population-day-2023-is-on-11th-july-know-its-history-theme-and-interesting-things-107556.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X