Gujarat Weather: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં થશે મેઘમહેર

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Rain

Gujarat Weather Forecast: રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં 3.23, બોડેલીમાં 2.99, જાંબુઘોડામાં 2.56, પાવી જેતપુરમાં 2.24, સોનગઢમાં 2.24, ગરબડામાં 2.2, ડોલવણમાં 2.05, સુરત સિટીમાં 1.97, કામરેજમાં 1.85, પલસાણામાં 1.81, વ્યારામાં 1.73 અને બારડોલીમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X