Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ, બે દિવસ પછી ગાજવીજ અને ભારે પવનો સાથે માવઠાની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પારો વધવાની સંભાવના છે. આ સાથે જ ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિસનની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ વાતાવરણ સૂકુ રહેશે પરંતુ ત્યારબાદ છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની સંભાવના છે.

rain

આઈએમડી મુજબ રાજ્યના તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભરુચ, બોટાદ, જૂનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 11થી 13 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના છે. 11 એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે. વળી, 12 એપ્રિલે ભરુચ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી છે. 13 એપ્રિલે ભરુચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે હોટ અને હ્યુમીડ એરના કારણે ડિસ્કમ્ફર્ટની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો રવિવારે 8 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં 38.8 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, ડાંગમાં 38 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X