Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યમાં આ જગ્યાએ આગામી 3 દિવસ પડશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જો કે, આઈએમડીએ માછીમારોને 9 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે કારણે દરિયાકાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેવાની સંભાવના છે.
હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ આજે જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે. વળી, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે.
આ ઉપરાંત 8 અને 9 ઓગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની સંભાવના છે. વળી, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં સામાન્ય વરસાદની આગાહી છે.
રાજ્યના અન્ય ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. હાલમાં રાજ્યમાં કોઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરનુ ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે. જો કે, હમણા વરસાદ ન પડે એ જ ખેડૂતોના હિતમાં છે.
મધ્ય પ્રદેશમાં પેટ્રોલ 20 પૈસા અને ડીઝલ 16 પૈસા મોંઘુ થયુ છે. રાજસ્થાનમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 47 પૈસા મોંઘુ થયુ છે. બિહારમાં પેટ્રોલ 76 પૈસા અને ડીઝલ 71 પૈસા સસ્તુ થયુ છે. હરિયાણા, હિમાચલ અને મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
