Gujarat Weather: રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીવત
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જો કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું છે અને રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહીવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, બીજી તરફ રાજયમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જો કે વરસાદી ઝાપટા વચ્ચે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મોન્સૂન ટ્રફ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થશે અને રાજયમાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 33ની આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 63.84% વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84% વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79% વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે.જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે.અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે,આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
