Gujarat Weather: રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં વરસશે વરસાદ

Gujarat Weather: રાજ્યમાં આગામી આજે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે સેવી છે. દાવો છે કે, આગામી 14 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Gujarat Weather

14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આ તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદની શકયતા રહેલી છે, 14 ઓગસ્ટ બાદ વરસાદની એક નવી સિસ્ટમ ઉભી થઈ હોવાની વાત સામે આવી છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 63.84% વરસાદ વરસ્યો

Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84% વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79% વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X