Gujarat Weather: ગુજરાતમાં આજે આ જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગ મુજબ ચોમાસુ હજી નવસારી સુધી પહોંચ્યુ છે અને ત્યાં સ્થિર થઈ ગયુ છે. ચોમાસુ આગળ વધવા માટેની સિસ્ટમ નબળી પડતા ચોમાસુ ત્યાં અટકી ગયુ છે.

આઈએમડી મુજબ 19 અને 20 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, ત્યારબાદ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમરેલીના બાબરામાં 45 મીમી, ભાવનગરના ગારિયાધારમાં 29 મીમી, કચ્છના માંડવીમાં 15 મીમી, દ્વારકામાં 10 મીમી, પાલિતાણામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.
સમગ્ર રાજ્યમાં વરસાદનુ આગમન થયુ હોવા છતાં ગરમી હજુ સુધી ઓછી થઈ નથી. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યુ હતુ. 41.9 ડિગ્રી સાથે વિદ્યાનગર રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. ત્યારબાદ અમદાવાદમાં 40.6 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
