Gujarat Weather: ગુજરાતના આ વિસ્તારોમાં આજે વરસશે, છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં નોંધાયો વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે 16 જુલાઈ પછી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના લીધે વરસાદની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા મુજબ 16થી 19 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

gujarat rain

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી નથી. જો કે, અમુક જગ્યાએ છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. ભારે કે અતિ ભારે વરસાદની સંભાવના નહિવત છે.

આજે પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. સાથે જ ગાંધીનગર, ભરૂચ, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન થવાથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ પછી સારો વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે આ ડિપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X