Gujarat Weather: આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ
Gujarat Weather: નવરાત્રીનો તહેવાર અડધો પુરો થયો છે. ત્યારે હજી પણ નવરાત્રીના માથે વરસાદી સંકટ મંડરાઈ રહ્યું છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ એકદમ ધીમો થવાના કારણે ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતો. જેથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો અને મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. જોકે, રવિવારના દિવસથી રાજ્યમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 27મી તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 27મી તારીખે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે રવિવાર, 28 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 29મી તારીખની વાત કરીએ તો, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
30મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પહેલી ઓક્ટોબરના રોજ આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96% વરસાદ વરસ્યો છે.












Click it and Unblock the Notifications
