Gujarat Weather: નલિયામાં પારો 5 ડિગ્રી ગગડ્યો, ગાઢ ધૂમ્મસ, ઠંડા પવન, હાડ થીજવતી ઠંડી, વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.
આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ ભાવનગર, અમરેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ વધી રહ્યુ છે. ઠંડા પવનોના કારણે પારો ગગડ્યો છે. કચ્છના નલિયામાં પારો એકદમ 5 ડિગ્રી ગગડી ગયો હતો. આ સાથે તે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. નલિયામાં 5.1 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થશે.
વળી, ઓખામાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી નોંધાતા તે રાજ્યનુ સૌથી ગરમ શહેર બન્યુ હતુ. અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન ઘટીને 16.4 ડિગ્રી થતા ઠંડીમાં વધારો થયો હતો.
આ ઉપરાંત અલગ-અલગ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 28.2 ડિગ્રી, ડીસામાં 28 ડિગ્રી, ગાંધીનગરમાં 26.5 ડિગ્રી, વડોદરામાં 29.8 ડિગ્રી, સુરતમાં 32 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 27.8 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી, પોરબંદરમાં 31.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 30 ડિગ્રી અને દીવમાં 31.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, સુરતમાં 19.2 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.7 ડિગ્રી, દ્વારકામાં 15.6 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી અને દીવમાં 18 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
